હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો


SHARE



































મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો

મોરબીના સરદારબાગ પાસે ટ્રાફિક બ્રિગેડના જવાનને માર મારતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા વાયરલ થયો હતો જે બાબતે હાલમાં ત્યાં ફ્રુટની લારી રાખીને વેપાર કરતા શખ્સને લારી હટાવવા માટે કહ્યું હતું જે બાબતે દંપતીએ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરીને માર માર્યો હતો જેથી ટ્રાફિક બ્રિગેડના યુવાને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ ગામોટ શેરીમાં રહેતા અને ટ્રાફિક બિગેડમાં ફરજ બજાવતા રાજભાઈ દીપકભાઈ ગોહિલ (26)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવા વિકાણી તથા તેના પત્નીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે મોરબીમાં સનાળા રોડ પર સરદાર બાગના ગેટ પાસે આરોપીએ ફ્રુટની લારી રાખી હતી જે લોકોને અડચણરૂપ થાય તે રીતે મૂકી હતી જેથી કરીને લારી રાખીને વેપાર કરતા શખ્સને તેની ફૂટની લારી ત્યાંથી દૂર કરવા માટે થઈને ફરિયાદીએ કહ્યું હતું જે તેઓને સારું નહીં લાગતા દંપતીએ ટ્રાફિક બ્રિગેડના જવાનને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો મારમારીને ટીશર્ટ ફાડી નાખ્યું હતું જે બાબતે ટ્રાફિક બ્રિગેડના જવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન પાસે રહેતા બસીરભાઈ મહમદભાઈ સંધવાણી (31) નામના યુવાનને ઘરે ઝઘડો અને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

મોરબીના બેલા ગામે રહેતા હીરાભાઈ કાનાભાઈ પરમાર (56) નામના આધેડ બાઈકમાં પાછળના ભાગે બેસીને બાલમંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કૂતરું બાઈકની આડે આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થયું હતું અને આધેડને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા વહાણ બીપીનભાઈ વીજવાડીયા (26) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની અપેક્ષા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.


















Latest News