મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ


SHARE









મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 23/6 ના સવારે 7:30 વાગ્યાના અરસામાં મોરબીમાં વીસી હાઇસ્કુલ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કરવી તજવીજ શરૂ કરેલ છે

આધેડ સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ શંકરભાઈ દેવીપુજક (50) નામના આધેડને તેના દીકરાએ ધોકા વડે માર્યો હતો જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં રહેતા લીલાબેન ચંદુભાઈ બારડ (72) નામના વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં બેસીને મોરબીમાં આવેલ ઋષિકેશ વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા મુકેશભાઈ વરાણીયાનો 15 વર્ષનો દીકરો સંજય તેના ફૈબાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને શોભેશ્વર રોડ ઉપરથી ઘુટુ રોડ ઉપર જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી સંજયને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News