મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ


SHARE

















મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ

મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મંદિરેથી દરબારગઢ પાસે આવેલ મચ્છુ માતાના કોઠા સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રબારી અને ભરવાડ સમાજના લોકો મોરબી જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે અને રથયાત્રાના રૂટ ઉપર રાસ ગરબા, હુડો રાસની રમઝટ બોલાવતા હોય છે આ કાર્યક્રમ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેને દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત મોરબીમાં રથયાત્રા શરૂ થાય ત્યાંથી પૂરી થાય ત્યાં સુધીના રૂઉપર રાખવામાં આવતો હોય છે તેવી જ રીતે આ વખતે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે દરમિયાન ગુરુવારે સાંજે મોરબીમાં મચ્છુ માતાજીના મંદિરથી રથયાત્રા પૂરી થાય ત્યાં સુધી લગભગ બે કિલોમીટર કરતાં વધુનું ફૂ પેટ્રોલિંગ એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલા તથા પીઆઇ, પીએસઆઇ સહિત તેમાં જોડાયા હતા અને આવતીકાલે રથયાત્રામાં રૂટ ઉપર કે મંદિરે કોઈપણ જગ્યાએ ટ્રાફિક ન એકત્રિત થાય અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થાય તેના માટે જરૂરી સૂચનાઓ એસપી અને ડીવાયએસપી દ્વારા અધિકારી અને સ્ટાફને આપવામાં આવી હતી.




Latest News