મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ


SHARE















મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકનસર ગામ પાસે ઉભેલા ટ્રેલર અને ટેમ્પોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી અને ગણતરીની કલાકોમાં તાલુકા પોલીસ દ્વારા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલ નાખવામાં આવ્યો છે અને ડીઝલ ચોરી કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને ડીઝલ ચોરીના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતી બલેનો કાર સહિત કુલ મળીને 3.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે જોકે ચોરાઉ ડીઝલ લેનાર સહિત કુલ મળીને પાંચ શખ્સોને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી મોહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂળ રાજસ્થાનના રહેવાસી ડ્રાઇવર કરનારામ સાંઇ દ્વારા ડીઝલ ચોરીની અજાણ્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેમાં તેને જણાવ્યું હતું કે મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ ધર્મકાંટા પાસે તેને પોતાનું ટ્રેલર પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે તેના ટ્રેલરને રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવીને તેના ટ્રેલરની ડીઝલની ટાંકીના લોક તોડીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી તેવી જ રીતે અન્ય વ્યક્તિના ટેમ્પોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી આમ કુલ મળીને 330 લીટર જેટલા ડીઝલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

જેથી જુદા જુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરનાર ગેંગને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી દરમિયાન તાલુકા પીઆઈ એસ. કે. ચારેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી તેવામાં શક્તિસિંહ જાડેજા, રમેશભાઈ મુંધવા કેતનભાઇ અજાણા અને સિધ્ધરાજભાઈ લોકીલને મળેલ હકીકત આધારે ડીઝલ ચોરી કરતી ગેંગમાં સંડોવાયેલ અને ચોરીના ગુનાને અંજામ આપનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં અજયભાઈ છનાભાઇ ચૌહાણ (30) રહે. અમરાપુરા તાલુકો સાવલી, જીગ્નેશભાઈ ભરતભાઈ ખેર (25) રહે મેરૂપર તાલુકો હળવદ, વિક્રમભાઈ ભગવાનસિંગ ચાવડા (30) રહે જસાપુર તાલુકો ઠાસરા અને ધર્મેન્દ્રભાઈ પ્રવીણસિંહ પરમાર (24) રહે. જસાપુર તાલુકો ઠાસરા વાળાની ધરપકડ કરેલ છે

હાલમાં જે ચાર શખ્સોને પકડવામાં આવેલ છે તેની પાસેથી ડીઝલ ચોરીના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ નંબર પ્લેટ વગરની બલેનો કાર જેની કિંમત 3.50 લાખ, 11 પ્લાસ્ટિકના કેરબા, નાના મોટા ડીસમીસ, પકડ અને પાના તેમજ બે એન્ડ્રોઈડ મોબાઈલ આમ કુલ મળીને 3,61,450 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને આ શખ્સો દ્વારા હાઇવે રોડ ઉપર તેમજ પાર્કિંગમાં પડેલા વાહનોમાંથી તેના ડીઝલ ટેન્કના ઢાંકણા ખોલીને કે તોડીને ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે

જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેની પાસેથી ચોરાઉ ડીઝલ લેનાર તથા ચોરી કરવા માટે ગાડી આપનારા શખસોના નામ સામે આવેલ છે જેમાં ચોરાઉ ડીઝલ લેનાર તરીકે ધીરુભાઈ પરમાર રહે. મેરૂપર તાલુકો હળવદ, નિકુલભાઇ દિલુભાઇ પરમાર રહે. મેરુપર તાલુકો હળવદ, બળદેવભાઈ પટેલ રહે. ઘનશ્યામ ગઢ તાલુકો હળવદ તેમજ ડીઝલ ચોરી કરવા માટે ગાડી આપનાર તરીકે દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈ બળદેવભાઈ કોપેણીયા રહે. નરાડી તાલુકો ધાંગધ્રા તેમજ ઋતુરાજસિંહ બળદેવસિંહ પરમાર રહે. જસાપર તાલુકો માળીયા વાળાના નામ સામે આવેલ છે જેથી આ પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

વધુમાં મળતી માહિતી મુજબ જે ચાર આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમાંથી જીગ્નેશ ખેર અને દેવરાજભાઈ કોપેણીયા સામે હળવદ તાલુકા પોલીસમાં ત્રણ ત્રણ ગુના નોંધાયેલ છે. તો અજય ચૌહાણ સામે મકરપુરા, સમા, બાપોદ, કાલોલ અને સાવલી પોલીસ સ્ટેશનમાં કુલ મળીને છ તથા વિક્રમ ચાવડા સામે ડાકોર અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે આમ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાહનોમાંથી ડિઝલની ચોરી કરતી ગેંગને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે અને આરોપીઓને રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News