અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ


SHARE









ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ હતો દરમિયાન સાંજના સમયે જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ થયો હતો જોકે, ટંકારા તાલુકામાં મેઘરાજા મહેરબાન હોય તેમ બે કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ થયો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો અડધો વરસાદ વરસી ગયો છે અને મોરબી શહેરના અલગ અલગ બે વિસ્તારમાં વીજળી પડી હતી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે જુદા જુદા જિલ્લાઓની અંદર દે ધનાધન મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ધીમીધારે છેલ્લા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારથી જિલ્લાના પાસે તાલુકામાં વરસાદી માહોલ હતો જો કે, સાંજના ચારેક વાગ્યાથી ધીમીધારે પાંચેય તાલુકામાં વરસાદ શરૂ થયો હતો દરમિયાન ટંકારા તાલુકાના ઓટાળા, નાના રામપર સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ 4 થી 6 દરમિયાન બે કલાકમાં વરસી ગયો છે અને લગભગ ટંકારા તાલુકામાં સવા બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને મોરબીના લોકોના કહેવા પ્રમાણે મોરબીના મહાજન ચોકમાં તથા લાતી પ્લોટ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યાઓએ આકાશી વીજળી પડી હતી પરંતુ કોઈ નુકસાનીને કોઈને ઇજા થયેલ નથી.




Latest News