મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો


SHARE









મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો

મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે પમ્પિંગ સ્ટેશનથી સામાકાંઠા વિસ્તારમાં પાણીને ફિલ્ટર કરીને આપવામાં આવે છે તેવી મહાપાલિકાના અધિકારીઓ વાતો કરી રહ્યા છે ત્યારે વાસ્તવિક્તા જાણવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મહેશભાઇ રાજકોટિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા સહિતના પહોચ્યા હતા ત્યારે ભુગર્ભમાં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને અત્યંત દુર્ગંધ યુક્ત પાણી ત્યાં આવી રહ્યું હતું અને ત્યાર બાદ કોંગ્રેસની ટિમ નજરબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે પહોચી હતી અને ત્યાંના અધિકારીઓ જણાવ્યુ હતું કે, મચ્છુ-2 ડેમ પરથી રોજ લાખો લીટર પાણી ત્યાં આવે છે અને તેનું વિતરણ લોકોને કરવામાં આવે છે જો કે, ફિલ્ટર હાઉસ બંધ હતું જેથી કરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. અને પાણીની ટાંકીમાં શેવાળ તેમજ કચરો જોવા મળી રહ્યો હતો. ત્યારે  સવાલ એ ઊભો થાય છે કે મોરબીના લોકો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મનપામાં ભારે તો પણ તેઓને પીવાનું શુદ્ધ પાણી કેમ આપવામાં આવતું નથી. હાલમાં મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં અંદાજિત 50 હજારથી વધુ લોકો રહે છે અને તે લોકોને દુષિત અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા લેખિતમાં ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.




Latest News