હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE



































મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીમાં ખાનપર ગામે આવેલ યુવાનની ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવેલ હતો અને તે જમીનમાં વાવેતર કરી આર્થિક ઉપજ મેળવી રહ્યા હતા જેથી જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરનાર બે શખ્સોની સામે હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ ભક્તિનિકેતન સોસાયટીમાં ફ્લોરા-17 બ્લોક નં. બી/201 માં રહેતા વસંતભાઈ છગનભાઈ રાજકોટિયા (49)એ હાલમાં પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી અને કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી રહે. બંને ખાનપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ખાનપર ગામની સીમમાં સર્વે નંબર 34 પૈકી 9 ની જમીન હેક્ટર 00-95-10 ચોરસ મીટર વાળી ફરિયાદીની માલિકીની ખેતીની જમીન ઉપર બંને આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરેલ છે અને તેના ઉપર વાવેતર કરી આર્થિક ઉપજ મેળવેલ છે અને જમીનનો અનાધિકૃત કબજો રાખી જમીન પચાવી પાડવા માટે તેને ખાલી કરેલ નથી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના જાંબુડીયા ઓવરબ્રિજ નીચે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા ચંદુભાઈ છગનભાઈ વાઘેલા (38) રહે. સનાળા મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડા કબજે કરી હતી અને તેની ધરપકડ કરેલ છે.


















Latest News