મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગોડાઉનમાં પતરા ઉપર કામ કરતા સમયે કોઈ કારણોસર યુવાન નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એકટીવા સીરામીકની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા સુનિલભાઈ માંગ્યાભાઈ પટેલિયા (19) નામનો યુવાન કારખાનામાં ગોડાઉનના પતરા ઉપર રીપેરીંગ કામ કરતો હતો દરમિયાન તે ઉપરથી અકસ્માતે નીચે પટકાતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની રમીલાબેન સુનિલભાઈ પટેલિયા રહે. હાલ લખધીરપુર રોડ એકટીવા સીરામીક લેબર કોલોની મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં ભડિયાદ કાંટા નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં તેરસિંગ ભીમજીભાઈ ઈન્દરીયા (32) નામના યુવાનને ઇજાઓ થયેલ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી જેતપર રોડે આવેલ પાવળીયારી પાસે આવેલ હોલસરા સીરામીક કારખાના ખાતે રહેતા સંજય કાળીયાભાઈ (23) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News