મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી


SHARE









લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા આધેડનો ટેલિગ્રામથી સંપર્ક કર્યા બાદ ઘરે બેઠા બેઠા ઓનલાઈન કામ કરીને રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તેનો ભરોસો કેળવીને તેની પાસેથી અલગ અલગ બહાના હેઠળ કુલ મળીને 62,93,925 મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ઓનલાઈન જોબવર્ક માટે રોકાણના નામે લેવામાં આવેલ પૈસા આધેડને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી જુદા જુદા સાત ટેલિગ્રામના યુઝર સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા સત્યનારાયણ નાગેન્દ્રવરાપ્રસાદ કલ્લા (52) નામના આધેડે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા સાત ટેલિગ્રામના યુઝર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ કાવતરું કરીને ઓનલાઈન જોબ વર્ક આપવા માટે ટેલિગ્રામના માધ્યમથી ફરિયાદીની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને ઘરે બેઠા રૂપિયા કમાવા માટેની લાલચ આપીને વિશ્વાસ ભરોસો કેળવ્યા બાદ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જુદા જુદા બહાના હેઠળ ઓનલાઈન જોબ વર્કમાં રોકાણ કરાવવાના નામે 62,93,925 મેળવી લેવામાં આવ્યા હતા અને આધેડે રોકાણ કરેલ રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાથી ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News