હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી


SHARE



































મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી

મોરબીમાં આવેલ આંબલીફળીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,93,500 ની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ સોસાયટી ખાતે રહેતા ઋષિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (27)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ આંબલીફળી વિસ્તારમાં તેઓના રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને કબાટના લોક ચાવીથી ખોલીને કબાટમાં રાખેલ સોનાની એક લકી તથા સોનાની એક વીટી જેની કુલ કિંમત 73,500 તથા 1.20 લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને 1,93,500 નો મુદ્દામાલ ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

મોરબીના નાનીવાવડી નજીક કબીર આશ્રમ પાસે ભક્તિનગર-2 માં રહેતા નિશાબા દિલીપસિંહ વાઘેલા (31) નામના મહિલાને જંતુનાશક દવાનો સ્પ્રે શ્વાસમાં જવાના કારણે તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ખેતાભાઇ દેવશીભાઈ હમીરપરા (36) નામના યુવાનને યદુનંદન ગૌશાળા પાસે ગોપાલ નળીયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીની શ્રીકૃપા સોસાયટીમાં રહેતા ચંપાબેન રમેશભાઈ ડાંગર (82) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મહાબલિ હનુમાન મંદિર પાસેથી ઘુનડા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃધ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઈન્સનગર સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રેવીબેન દિલીપભાઈ ભોજવિયા (60) નામના વૃદ્ધા ભક્તિનગર સર્કલ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર પડી જવાના કારણે તેમને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી


















Latest News