વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા


SHARE









મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા

મોરબીના આમરણ ગામથી આગળના ભાગમાં આવેલ માતાજીના મંદિર પાસે ડબલ સવારી બાઇકને ટેન્કરના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં બાઈક ઉપર બેઠેલા બે પૈકીના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જોકે એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (આ) ગામે રહેતા લાખાભાઈ બાબુભાઈ ખીટ (38)એ હાલમાં ટેન્કર નંબર જીજે 12 બીવાય 6368 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આમરણથી આગળના ભાગમાં મેલડી માતાજીના મંદિર પાસેથી નૂરમામદભાઈ દાઉદભાઈના બાઈક નંબર જીજે 10 બીકે 8376 માં તેમની સાથે બેસીને ફરિયાદીના પિતા બાબુભાઈ દેવાભાઈ ખીટ (70) જતાં હતા ત્યારે તેમના ડબલ સવારી બાઇકને ટેન્કર ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના પિતાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને બાઇક ચાલકને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

જામનગરમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા હર્ષાબેન મહેન્દ્રભાઈ કોઠારી (69) નામના વૃદ્ધા તેમના જમાઈ સાથે બાઈકમાં બેસીને મોરબીમાં દરબારગઢ પાસે સોની બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતે તેઓ પડી જતા તેમને ઇજા થઈ હતી અને તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબીના જેપુર ગામે રહેતા મુક્તાબેન જયંતીભાઈ ગામી (76) નામના વૃદ્ધા દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

ટંકારામાં રહેતો સિધ્ધરાજસિંહ ગણપતસિંહ સરવૈયા (20) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે લજાઈ પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રહેતા નિર્મળાબેન નરેશભાઈ ઘોડાસરા (48) નામના મહિલા બાઇકમાં બેસીને નેસડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઇકમાંથી પડી જતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News