હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE



































મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના બેલા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાહદારી યુવાનને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલી યુનિવર્સલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેશ કલ્યાણસિંહ (32) નામનો યુવાન બેલા ગામ નજીકથી પગપાળા પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજેશને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીના ખરેડા ગામે રહેતા કસ્તુરબેન ઈશ્વરભાઈ ચાડમીયા (62) નામના વૃદ્ધા ગામના તળાવ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરેલ છે

બાળક સારવારમાં

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ઝૂંપડા નજીક રહેતો કિશન રાજભાઈ (15) નામનો સગીર કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News