અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE









મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બહાદુરગઢના પાટીયા પાસે આવેલ અવધ સ્ટોન ખાતે રહેતા યુવાનને ઝાડા ઉલટી થયા હતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ પાસે આવેલ અવધ સ્ટોન ખાતે રહેતા અને મજૂરી કામ કરતા કિશન બાબુભાઈ રાવત (20) નામના યુવાનને ઝાડા ઉલટી થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ધરમપુર ગામે રહેતા નવઘણભાઈ ભગવાનજીભાઈ (25) નામનો યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા એકટીવા ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના રામગઢ કોયલી ગામે રહેતા પરેશભાઈ ગેલાભાઈ (37) નામનો યુવાન રામગઢ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે ભૂંડા આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News