મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે “ભારત કો જાનો” કસોટીનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ “ભારત કો જાનો” કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે કસોટીમાં ભાગ લેવા મોરબીના લોકોને આહ્વાન કર્યું છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધો. 6 થી 8 અને ધો. 9 થી 12 એમ બે કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને “ભારત કો જાનો” બૂક ટોકન ફી થી આપવામાં આવશે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. અને આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર લેનારા બાળકોને મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવશે. અને કોઈપણ શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે જણાવવા જણાવ્યુ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા માટેની લેખિત પરીક્ષા શાળામાં ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં અને મૌખિક કસોટી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાખવામા આવશે. અને આગામી દિવસોમાં તેના માટે ફાઈનલ તારીખ અને સમયની જાણ સંસ્થા કરશે. અને વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા જણાવવા માટે હરદેવભાઈ ડાંગર (97273 67555), ચેતનભાઈ સાણંદિયા (99740 35174), રાવતભાઈ કાનગડ (99243 69094) નો સંપર્ક કરવા હિરેનભાઈ ધોરિયાણી, ધ્રુમિલભાઈ આડેસરા અને હિંમતભાઈ મારવણિયાએ જણાવ્યુ છે




Latest News