મોરબી જિલ્લા આહીર સેના-આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં અપાયું આવેદનપત્ર
ટંકારાના ઘુનડા (ખા) ગામે રહેતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત
SHARE









ટંકારાના ઘુનડા (ખા) ગામે રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રીશ મુકેશભાઈ માલકીયા (19) નામના યુવાને રહેણાંક મકાનની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ચેતનભાઇ કડવાતર ચલાવી રહ્યા છે તેની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાનની સગાઈ થઈ ગયેલ હતી જો કે, તેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે અંગેની તપાસ ચાલી રહી છે.
બાઇક સ્લીપ
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ રામરાજ સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મુકુંદ બાસુકી રાય નામના વ્યક્તિ બાઈકમાં ઢુવા માટેલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થતાં તેને મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
