મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી
વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત
SHARE









વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત
વાંકાનેરના માટેલ રોડ ઉપર ભવાની કાંટા પાછળના ભાગમાં સત્તાધાર ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા યુવાનનો ચાર વર્ષનો દીકરો પાવડરના ઢગલાની કુંડીમાં પડી ગયો હતો જેથી તેનો શ્વાસ રૂંધાઇ જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા અને મજૂરી કરતા મુકેશભાઈ કનસિંગ માવીનો ચાર વર્ષનો દીકરો યોગેશ મુકેશભાઈ માવી કારખાનામાં રમતો હતો દરમિયાન અકસ્માતે યોગેશ પાવડરના ઢગલાની કુંડીમાં પડી ગયો હતો જેથી તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકના પિતા મુકેશભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા પવન પ્રકાશભાઈ ભોજવીયા (20) નામનો યુવાન સનાળા રોડ ઉપર ઓવરબ્રીજ પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવવામાં તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના યમુનાનગર વિસ્તારમાં રહેતો રાજુ દિલીપભાઈ સારલા (19) નામનો યુવાનો રવાપર રોડ ઉપર એચડીએફસી બેન્ક પાસે હતો ત્યારે બે બાઈક અથડાતાં અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
