મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો


SHARE









મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો

મોરબીના લાલપર ગામના ગેટ પાસે સર્વિસ રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે ડમ્પર ચાલકે કારને ટક્કર મારી હતી જેથી કારમાં નુકશાની થયેલ હતી જેથી હાલમાં કાર ચાલક યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ કાંતિભાઈ કાટીયા (29)એ હાલમાં ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 0717 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે લાલપર ગામના ગેટ પાસે સર્વિસ રોડ ઉપરથી તેઓ પોતાની કાર નંબર જીજે 36 એપી 3698 લઇને જાંબુડીયા આરટીઓએથી મોરબી તરફ પરત આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામના ગેટ પાસે ડમ્પર ચાલકે તેઓની કારમાં ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજામાં વાહન અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જેથી કરીને કારમાં નુકસાની થઈ હતી માટે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરાય છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર રહેતા આકૃતિબેન પ્રવીણભાઈ સરડવા નામના મહિલા સરતાનપર રોડ ઉપર આવેલ કારખાના સામેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી તેઓને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ગાંધી ચોક પાસે રહેતા કરમણભાઈ સત્તાભાઈ ઝાપડા (35) નામના યુવાનને કોઈ અજાણ્યા માણસોએ વીસી ફાટકની અંદરના ભાગમાં મારમાર્યો હતો જેથી તેને ઈજા થઇ હોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News