મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા

ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા

29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દી ને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન લઈ શકવાની તકલીફ સાથે આયુષ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યાં ડૉ સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 50% જ હતું અને એમને એક્યુટ રેસ્પયરેટરી  ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ [ARDS] નામનો ફેફસા નો અતિ ગંભીર અને જીવલેણ રોગ લાગુ પડેલો છે.જાડેજા સાહેબ દ્વારા દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવ્યા અને સચોટ નિદાન - સારવાર કરવામાં આવી એટલે માત્ર 3 દિવસમાં દર્દીને નવજીવન મળ્યું , આજે 2 જુલાઈ,2025 ના રોજ દર્દી ને હોસ્પિટલ માંથી રજા મળતા , દર્દી એ મને નવજીવન આપ્યું છે એમ કહી ખૂબ ભાવુક થઈને ડૉ સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખરા હૃદય થી આભાર માન્યો હતો.






Latest News