મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા
મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી
SHARE









મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં એમ.પી.ના યુવાનનું ડુબી જતા મોત: લાશ મળી
મૃતક યુવાન વતનમાંથી ભાઈને મળવા શનાળા આવ્યો હતો
મોરબી તાલુકાના તળાવીયા (શનાળા) ગામે ગામના તળાવમાં અજાણ્યા યુવાનની લાશ તરતી હોય સ્થાનીક દ્વારા જાણ કરાતા તાલુકા પોલીસે તપાસ હાધ ધરી હતી. જેમાં વતનમાંથી ભાઈને મળવા આવેલ મુળ મધ્યપ્રદેશના યુવાનનું ડુબી જવાથી મોત નિપજયું હોવાનું ખુલેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે તળાવીયા શનાળાના ઠાકરશીભાઈ હરજીભાઈ કુંડારીયા (60)એ ફોન દ્વારા જાણ કરી હતી કે ગામના તળાવમાં આશરે 30-35 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પાણીમાં તરે છે. માટે તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરા તપાસ માટે પહોંચ્યા હતા. ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે સીવીલે લાવવામાં આવ્યું હતું.બાદમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે મુળ મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના તલુન ગામનો જીતેન સુરસિંગ ડાવર આદીવાસી (30) નામનો અપરણીત યુવાન એમપીથી તેનો ભાઈ મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સાઈન સિરામીકમાં મજુરી કામ કરતો હોય તેને મળવા માટે તેમજ ફરવા માટે મોરબી આવ્યો હતો. મૃતક જીતેનભાઈ ડાવર ગત રવિવારે સવારે તેના ભાઈને ત્યાં આવ્યો હતો અને રવિવારની સાંજથી ગુમ હતો. બાદમાં ગઈકાલ તા.2-7 ને મંગળવારના સવારે નવેક વાગ્યે તેનો મૃતદેહ તળાવીયા શનાળા ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે આદીવાસી પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.
વાહન અકસ્માતે ઈજા
ટંકારા તાલુકાના બંગાવડી ગામના કંચનબા વાસુદેવસિંહ જાડેજા (51)ને વાહન અકસ્માતે ઈજા થતા સારવાર માટે દવાખાને લવાયા હતા. તેઓ બાઈક પાછળ બેસીને જતા હતા.ત્યારે ગામના શિવ મંદિર પાસે બાઈકમાંથી પડી જતા ઈજા પામ્યા હતા. જયારે માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામે કાચા રસ્તે બાઈક સ્લીપ થતા બાઈક પાછળ બેઠેલા રહેમતબેન ઈશાભાઈ પઠાણ (48) રહે. વવાણીયાને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા
વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા નારણભાઈ સુરાભાઈ નામના 45 વર્ષના યુવાનને માટેલ-ઢુવા નજીક આવેલ રીચ સીરામીક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા અત્રેન સીવીલે સારવાર માટે લવાયા હતા.જયારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સોમનાથ સોસાયટીમાં રહેતા હંસાબેન લાલજીભાઈ કાવાણી નામના 72 વર્ષના વૃધ્ધા કોઈ કારણોસર તા.2ના સવારે સાતેક વાગ્યે તેમના ઘરે ટાઈલ્સ કલીનર પી લેતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા
