મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ
હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ
SHARE









હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ
હળવદના ચરાડવા ગામે રહેતો યુવાનની તેના પિતાએ હત્યા કરી હતી જેની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેની તપાસ હળવદના પીઆઇ કરી રહ્યા હતા અને પુત્રને દોરીથી ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખનારા પિતાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ સોલંકી (42)એ તેના કાકા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ચરાડવા ગામે રહેતા તેઓના કાકાનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી (25) કામ ધંધો કરતો ન હતો જેથી મનોજને તેના પિતાની સાથે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો અને બુધવારે ફરિયાદીના પિતરાઈ ભાઈને તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે મનોજને દોરીથી તેના પિતા દેવજીભાઈ સોલંકીએ ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના પિતરાઇ ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે આરોપી દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.
