હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ
મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ
SHARE









મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ
મોરબીમાં નવાડેલા રોડ ઉપરથી રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ ચોક તરફ વૃદ્ધ જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં તેની સાથે બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા ધક્કા મૂકી કરીને વૃદ્ધની નજર ચૂકીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા 18,000 રૂપિયાની ચોરી કરી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીને પકડી લીધેલ છે અને તેની પાસેથી રિક્ષા સહિત કુલ મળીને 53,500 નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપી પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના બ્લોક નંબર 80 માં રહેતા ભરતભાઈ હીરાભાઈ ડાભી (59)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણી સીએનજી રીક્ષાનો ચાલક તથા તેમાં બેઠેલ સ્ત્રી અને પુરુષ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના નવાડેલા રોડ ઉપરથી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા અને સિવિલ હોસ્પિટલ ચોક તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓની સાથે રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલ મહિલા અને પુરુષ દ્વારા રિક્ષામાં ધક્કામૂકી કરવામાં આવી હતી અને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા 18,000 ની ચોરી કરી લેવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે આરોપી લાલજી ચીમનભાઈ ચુડાસમા અને પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકી નામના બે આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપી પાસેથી રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1322 જેની કિંમત 50 હજાર રૂપિયા અને 3500 ની રોકડ આમ કુલ મળીને 53,500 નો મુદામાલ કબ્જે કરેલ છે અને આ ગુનામાં હજુ આરોપી પ્રકાશની પત્ની મનીષાબેન પ્રકાશ સોલંકી અને આકાશ સોલંકી રહે. બંને રાજકોટ વાળાને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને પકડાયેલ આરોપીઓની સામે રાજકોટ શહેર, ધોરાજી અને જેતપુરમાં ગુના અગાઉ નોંધાયેલ છે.
