મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE













વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા

વાંકાનેર તાલુકામાં નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની એસઓજીએ PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી હતી અને બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જેની વધુમાં મળતી માહિતી મુજબ કૈફી ઔષધોનો વેપાર અટકાવવા અધિનિયન 1988 હેઠળ પ્રપોસલ તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગરની કચેરી તરફ મોકલવામાં આવી હતી અને તેને મંજૂર કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લા એસઓજીની ટીમે આરોપી નાથાભાઈ ભલાભાઈ મકવાણા અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી હતી અને આરોપી નાથાભાઈ ભલાભાઈ મકવાણાને સુરત અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો

મોરબી એસઓજી ટીમે વર્ષ 2024 માં ટંકારા શાક માર્કેટમાંથી આરોપી હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને ગાંજો વજન 1.435 કિલો અને રોકડ રકમ અને મોબાઈલ સહીત કુલ 46,850 ના મુદામાલ ઝડપી લીધેલ હતી જે ગુનામાં સહ આરોપી તરીકે નિજામ ઈબ્રાહીમ આમરોણીયા રહે. ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને આરોપી નિજામને ગાંજાનો જથ્થો આપનાર આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઈ દઢાણીયા રહે. હાલ ગાંધીધામ વાળાનું નામ ખુલ્યું હતું જે આરોપી છ માસથી ફરાર હતો તેની કચ્છ આદિપુર ખાતેથી ટંકારા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News