મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી


SHARE









વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી

વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કર્મચારીઓની રજૂઆત સાંભળવા માટે ગયેલા ધારાસભ્યનો વાંકાનેરના માજી કાઉન્સિલર તેમજ પત્રકાર દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોય ધારાસભ્યએ વિડીયો બનાવવા માટે ના પડી હતી ત્યારબાદ પત્રકાર પાસેથી મોબાઇલ લઈને તે વિડીયો ડીલીટ કર્યો હતો તે બાબતને લઈને પત્રકાર દ્વારા તેના ઉપર ધારાસભ્ય અને તેના સાથે રહેલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ધારાસભ્યએ હુમલાની વાતને નકારી કાઢી છે.

વાંકાનેરમાં રહેતા પત્રકાર અને વાંકાનેર નગરપાલિકાના માજી કાઉન્સિલર ભાટી એન ના જણાવ્યા મુજબ વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નને લઈને તેઓને બોલાવવામાં આવ્યા હતા જેથી તેઓ ત્યાં ગયા હતા અને કવરેજ કરી રહ્યા હતા તેવામાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તેની સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા કેતનગીરી ગોસ્વામી વિગેરે ત્યાં આવ્યા હતા અને જીતુભાઈ સોમાણી સફાઈ કર્મચારી સાથે વાત કરી રહ્યા હતા જેનું તેઓ વિડીયો રેકોર્ડિંગ કરતાં હતા ત્યારે જીતુભાઈ સોમાણીએ વિડીયો રેકોર્ડિંગ કરવાની ના પાડી હતી અને “તને મારો ઇતિહાસ ખબર છે” તેવું કહ્યું હતું ત્યાર બાદ બળજબરીપૂર્વક ભાટી એન પાસેથી મોબાઈલ લઈને તેમાં રહેલ વિડિયો ડીલીટ કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો છે જેથી ઈજા પામેલ પત્રકાર વાકાનેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ છે અને ધારાસભ્યની સાથે રહેલા વ્યક્તિઓ દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેવો ભાટી એન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતુ કે, વાંકાનેર નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતા સફાઈ કર્મચારીઓ પાલિકામાં રજૂઆત કરવા માટે પાલિકા કચેરીએ આવ્યા હતા અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકાના કર્મચારી દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી જેથી તેઓ અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો પાલિકા કચેરીએ ગયા હતા અને સફાઈ કામદારો પાલિકાના રસ્તા વચ્ચે બેઠા હતા જેથી જીતુભાઈ સોમાણી તેની સાથે વાત કરતા હતા ત્યારે ભાટી એન દ્વારા તેમનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો જેથી કરીને જીતુભાઈ સોમાણીએ વિડીયો બનાવવા માટેની ના પાડી હતી તેમ છતાં પણ વિડિયો ચાલુ રાખવામાં આવ્યો હતો જેથી જીતુભાઈ સોમાણીના સાથે રહેલા કાર્યકરો દ્વારા ભાટી એન પાસેથી મોબાઇલ લઈને જીતુભાઈ સોમાણીનો જે વિડીયો હતો તે ડીલીટ કરવામાં આવ્યો હતો બાકી કોઈ મારામારી કરવામાં આવી નથી. તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે.

વધુમાં જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે નગરપાલિકાની ચાર મહિના પહેલા ચૂંટણી યોજાઈ ત્યારે પહેલા ભાટી એન વાંકાનેર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને તેઓ નગરપાલિકા અને સરકારની સારી બાબતોને ઉજાગર કરતા હતા જોકે, ગત નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ભાજપમાંથી ટિકિટ માંગી હતી અને તેઓની ઉમર 60 વર્ષ થઈ ગયેલ હોવાથી તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી જેથી તેઓ પાલિકાની ગત ચુંટણીમાં કોંગ્રેસની ટિકિટ લઈને ચૂંટણી લડ્યા હતા જો કે, તે હારી ગયા હોવાથી તેમના દ્વારા નગરપાલિકા અને સરકારને બદનામ થાય તેવું અવારનવાર કરવામાં આવતું હોય છે અને તેવો જ પ્રયાસ તેમણે વધુ એક વખત ગૂરવારે પણ કર્યો છે તેવું ધારાસભ્યએ અંતમાં જણાવ્યું હતું.




Latest News