માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત


SHARE

















મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો યુવાન લેબર ક્વાર્ટરમાં સૂતો હતો ત્યારબાદ તે ઊઠ્યો ન હતો અને હાર્ટ એટેકથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંજાબનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સેલ્ફી સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો વિક્રમસિંહ બલવીરસિંગ કલફી (35) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં પોતાના રૂમની અંદર સૂતો હતો દરમિયાન તે ઉઠાડવા છતાં ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ આ બનાવની નરેન્દ્રસિંહ રાઠોડ (35) રહે.માધાપર શેરી નં.24 મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના ઉમિયાનગર (સુસવાવ) ગામે રહેતા રાકેશભાઈ અંબુભાઈ રાઠવા (31) નામનો યુવાન હળવદ જતા રસ્તા ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અરવિંદભાઈ સવજીભાઈ દસાડિયા (42) નામનો યુવાન રફાળેશ્વરથી જોધપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યારે બોલેરોના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ડાબા હાથમાં ઈજા થહોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા હાજુબેન ઉમરભાઈ સુમરા (65) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાના કારણે તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News