માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં


SHARE









મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર નાગડાવવા ગામ પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ભેંસની સાથે રીક્ષા અથડાતા રીક્ષામાં સવાર બે લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નાગડાવાસ ગામની પાસે ભેંસની સાથે રીક્ષા અથડાઈ હતી.જે બનાવમાં રમજુભાઈ અલીભાઈ (૬૦) રહે.પંચાસર રોડ મોરબી તથા સોયબ રમજુભાઈ ઘાંચી (૪૦) રહે.નિધિપાર્ક મોરબીને સારવાર માટે અત્રે સિવિલ લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં રહેતા મૂળ એમપીના રહેવાથી મીનાબેન સોનું (35) નામની મહિલાનો ભાઈ અને તેના ભાઈનો મિત્ર બને ઝઘડો કરતા હતા ત્યારે વચ્ચે પડતા મોઢાના ભાગે પાઇપ વાગ્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના કોયલી ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ શેરસીયા (47) નામનો યુવાન મોરબીના પંચાસર રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થવાના કારણે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરવામાં આવી છે.

સગીર સારવારમાં

મોરબીના વાવડી રોડ રહેતા ક્રિષ્નાભાઈ ખોડાભાઈ (17) નામના સગીરને વાવડી રોડ પર ગૌશાળા પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

દવા પી જતાં સારવારમાં

હળવદમાં સંદીપભાઈની વાડીએ રહેતા જીગ્નેશભાઈ અતુલભાઇ નાયક (19) નામનો યુવાન ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને પ્રાથમિક સારવાર માટે હળવદ અને ત્યારબાદ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News