મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા
મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન
SHARE









મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન
મોરબી સેવા સદન ખાતે સબ રજીસ્ટ્રારની કચેરી આવેલ છે તેની બાજુમાં જે એજન્સીને ઇ-સ્ટેમ્પ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તે એજન્સીના માણસો બેસતા હતા અને લોકોને આસાનીથી સ્ટેમ્પ પેપર મળી જતાં હતા જો કે, છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી આ વ્યવસ્થા બંધ થઈ ગયેલ છે.
મોરબી તાલુકાના સેવાસદનમા અરજદારો નાના-મોટા કામકાજ માટે શહેર અને ગામડામાંથી લોકો આવતા હોય છે. અને તેઓને દાખલા લેવા માટે કે પછી અન્ય કામ માટેના સોગંદનામાં કરવા હોય છે તેમાં જુદીજુદી રકમના સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે જો કે, છેલ્લા સાતેક મહિનાથી મોરબી તાલુકા સેવા સદનમાં જે જગ્યાએતથી લોકોને સ્પેમ્પ પેપર સરકારના નિયમ મુજબ મળતા હતા ત્યાંથી સ્ટેમ્પ પેપર મળવાનું બંધ થઈ ગયેલ છે. જેથી કરીને આ બાબતે સામાજીક કાર્યકરોએ કલેક્ટર સુધીના અધિકારીઓને રજૂઆત કરેલ છે પરંતુ આજ દિવસ સુધી તેઓની રજૂઆતને ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
સરકાર દ્વારા લોકોને આસાનીથી સ્ટેમ્પ પેપર મળી રહે તે માટે સ્ટોક હોલ્ડિંગ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે અને જુદાજુદા જિલ્લા અને તાલુકામાં આ એજન્સીના માણસો મામલતદાર ઓફિસ કે પછી પ્રાંત ઓફિસમાં જ બેસીને લોકોને તેઓની જરૂરિયાત મુજબના સ્ટેમ્પ પેપર આપતા હોય છે જો કે, મોરબી તાલુકા સેવા સદનમાં સબ રજીસ્ટ્રારની ઓફિસ પાસે પહેલા આ એજન્સીને રૂમ આપવામાં આવેલ હતો જેથી કરીને ત્યાં માણસો બેસતા હતા અને સ્ટેમ્પ આપતા હતા જો કે, મોરબી સબ રજીસ્ટ્રારની ઓફિસનું રિનોવેશન કરવામાં આવ્યા બાદ રૂમ તેઓને આપવામાં આવેલ નથી જેથી સાત મહિનાથી મોરબીના લોકોને તાલુકા સેવાસદન ખાતેથી લોકોને સ્ટેમ્પ પેપર મળતા નથી.
હાલમાં મોરબીના તાલુકા સેવા સદન ખાતે લોકોને સ્ટેમ્પ પેપર મળતા નથી જેથી જે બીજી જગ્યાએ સ્ટેમ્પ પેપર મળતા હોય છે ત્યાં અરજદારો પાસેથી સ્ટેમ્પ પેપરની રકમ કરતાં વધુ રૂપિયા લેવામાં આવે છે જેમાં અરજદાર સ્ટેમ્પ પેપર લેવા માટે જાય ત્યારે તેઓની પાસેથી ૫૦/- ના સ્ટેમ્પ પેપરના ૭૦/- રૂપિયા લેવામાં આવે છે. અને મોટી રકમનો સ્ટેમ્પ લેતો તેનું વધારે કમિશન આપવું પડે છે જેથી લોકોને લૂંટવું પડે છે. તેવી ફરિયાદ ઉઠી હતી જેથી કરીને આ બાબતે મોરબીના ઇન્ચાર્જ અધિક કલેક્ટર ઉમંગ પટેલ સાથે વાત કરતાં તેઓ જણાવ્યુ હતું કે, આ બાબતે તેઓને કોઈ રજૂઆત મળેલ નથી તેમ છતાં આ બાબતે તેઓ તપાસ કરશે અને જો સ્ટેમ્પ પેપરની રકમ કરતાં વધુ રકમ કોઈ લેતા હશે તેવું ધ્યાને આવશે તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.
