હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ


SHARE



































મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ

ચાલુ વર્ષનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસની દિશામાં સદા પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ  મેનેજમેન્ટ ફેકલ્ટી [BBA] ના વિદ્યાર્થીઓને માટે વિશેષ ઓરીયેન્ટેન્સન સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર કોલેજ સ્ટાફ અને  સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને વેલકમ કીટ અને શુભેચ્છા સંદેશ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આગળની કારકિર્દીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીનું શું મહત્વ છે મેનેજમેન્ટ ફેકલ્ટીના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે અને વ્યક્તિત્વ વિકાસ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે તે અંગે મુખ્ય વક્તા દિગંતભાઈ ભટ્ટ કે, જેઓ એક ઓરિએટર અને મોટીવેશનલ સ્પીકર છે તેમના દ્વારા વિશેષ અને રસપ્રદ રજૂઆતો કરવામાં આવી હતી.આ સેમિનારમાં કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સેમિનારના અંતે સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા મુખ્ય વક્તા  દિગંતભાઈ ભટ્ટને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સેમીનારને સફળ બનાવવા માટે આચાર્ય રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 


















Latest News