સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા


SHARE



























મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા

મોરબીના આરહેતી યુવતી રીક્ષામાં જતી હતી ત્યારે પથ્થર માથામાં લાગતા મોરબી બાદ રાજકોટ ખસેડાયેલ છે.  સામાકોં ભડીયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા વર્ષાબેન નટુભાઇ ભંખોડીયા નામની 18 વર્ષની યુવતી તા. 1-6ના સાંજે 6 વાગ્યે સીએનજી રીક્ષામાં બેસીને જતી હતી.

ત્યારે કોઇ કારણોસર માથાના ભાગે પથ્થર લાગી ગયો હતો જેથી ગત તા. 29-6ના સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાની બી ડીવીઝન પોલીસે જણાવેલ છે. જયારે મોરબી વિસીપરામાં પાડોશી સાથેના ઝઘડા બાદ મારામારીમાં ઇજા થતા લક્ષ્મીબેન ડોસાભાઇ (7પ) નામના વૃધ્ધાને સારવાર માટે લઇ જવાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી સામાકાંઠે ગણેશ પાણીના કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજા થતા શિવા ભુપતભાઇ ડાભી (ર0) રહે. કુળદેવી પાન પાછળ મોરબી-2 અને મહેશ વિરમભાઇ દુઢીયા (30) રહે. વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ સામેને ઇજા થતા સિવિલે ખસેડાયા હતા.જયારે મોરબી શકિત પ્લોટ વિસ્તારમાં ઇલેકટ્રીક શોર્ટ લાગતા વિશાલ લલીતભાઇ બાવરવા (23) અને અંકિત દિલીપભાઇ ત્રાંબડીયા (34) રહે. રાજપર મોરબીને સારવારમાં લઇ જવાયા હોય એ ડીવઝનના એસ.કે.બાલાસરાએ તપાસ કરી હતી.

મહિલા સારવારમાં 

ગઢની રાંગ પાસે એકટીવામાંથી નીચે પડી જતા રહીમાબેન મુસાભાઇ ખુરેશી (પ7) રહે. સીપાઇવાસને તેમજ પંચાસર રોડ સત્યમ હોલની સામે બાઇક સ્લીપ થઇ જતા જયેશ હરજીભાઇ વરસડા (45) રહે. પંચાસર રોડને સારવારમાં લઇ જવામાં આવ્યા હતા જયારે સાયકલ ચલાવતા સમયે પડી જતા તીર્થ નીતિનભાઇ ચારોલા (8) રહે. દેવફાર્મ સામે, યદુનંદન સોસાયટી શેરી નં. 4ને સાગર હોસ્પિટલે લઇ જવાયો હતો. 

આધેડ સારવારમાં 

કંડલા બાયપાસ આનંદનગરમાં રહેતા રાજેશભાઇ હિંમતભાઇ પંડયા (26)ને બાઇક લઇને જતા સમયે વૈભવનગર પાસે અન્ય બાઇક સાથે ટકરાતા સારવાર માટે લઇ જવાયા હતા ત્યારે શાક માર્કેટ પાસે બાઇકની પાછળથી નીચે પડી જતા મંજુબેન લદુભાઇ (43) રહે. વિસીપરાને સારવારમાં લઇ જવાયા હતા.જયારે રામપર રોડ નરસંગ મંદિર પાસે બાઇક સ્લીપ થતા ઉમેશ મિઠાભાઇ ડાભી (21) મેઘાણીની વાડીને તેમજ જોડીયાના માવતા ગામના કાનજીભાઇ વાલજીભાઇ ધાનાણી (59) ને બાઇકમાં જતા નંદકિશોર હોટલ પાસે પડી જતા સારવાર માટે લઇ જવાયા હતા.તેમજ કામ દરમ્યાન મશીનના બેલ્ટમાં પગ આવી જતા મનીષાબેન ગુલાબભાઇ દેવળ (32) રહે. હિરાપર (ટંકારા) રાધિકા ઓઇલ મીલનીે સારવાર માટે મોરબી લવાયા હતા અને નવા દેવાળીયા પાસે બાઇક સ્લીપ થતા ઉમેશ દેવાભાઇ મિયાત્રા (34) રહે. નાગડાવાસ તા. મોરબીને સારવાર માટે લઇ જવાયો હોવાનું પોલીસે જણાવેલ છે


















Latest News