મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ
SHARE









મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકાઓની અંદર હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવે અને ત્યાં એક એક હનુમાન ચાલીસા કેન્દ્ર ખાતે 200 પરિવારના આરોગ્ય, સમૃદ્ધિ, સન્માન અને સુરક્ષાની ચિંતા કરવામાં આવે તેના માટે થઈને ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા હાકલ કરવામાં આવી હતી
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેંગ્લોર ખાતે અખિલ ભારતીય બેઠક યોજાઇ હતી અને ત્યારબાદ મોરબીમાં અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બેઠકમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા હાજર રહેવાના હતા પરંતુ તેઓની નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લી ઘડીએ તેઓ મોરબીની બેઠકમાં આવી શક્યા ન હતા. જોકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશના પ્રમુખ રણછોડભાઈ ભરવાડ સહિતના જુદા જુદા જિલ્લાઓના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
જેમાં ખાસ કરીને સમગ્ર દેશની અંદર એક લાખ જેટલા હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને 50,000 ની સમિતિ ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ખાસ કરીને એક હનુમાન ચાલીસા કેન્દ્ર 200 જેટલા પરિવારના આરોગ્ય, સમૃદ્ધિ સન્માન અને સુરક્ષા સહિતની ચિંતા કરશે અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લા, તાલુકા તથા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની વિવિધ શાખાઓ કાર્યરત કરવામાં આવનાર છે તેમા કઈ રીતે હોદ્દેદારોની વરણી કરવામાં આવશે તેના અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
ખાસ કરીને વિવિધલક્ષી સેવા કેન્દ્રો તેમજ જુદી જુદી શાળા કોલેજોમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની શાખાઓને કાર્યરત કરવા માટે થઈને આગેવાનોને સમજાવવામાં આવ્યા હતા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય એજન્ડા સહિતની બાબતો ઉપર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મોરબી જિલ્લાના હોદ્દેદાર ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત સહિતના હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
