મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કાર્યક્રમો આયોજન કર્યું હતું જેમાં પ્રદેશ ભાજપના મંત્રી તથા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા અને વન નેસન વન ઇલેક્શન થવાથી દેશને કેટલો ફાયદો થશે, લોકોને કેટલો ફાયદો થશે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી અને જનજન સુધી તે માહિતી પહોંચાડવા માટે આહવાન કર્યુ હતુ.

સમગ્ર ગુજરાતની અંદર દરેક વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન નો મેસેજ પ્રબુધ્ધ નાગરિકો અને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉના ટાઉનશીપ ખાતે રહેતા મોરબીની માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વિધાનસભા વિસ્તારમાં પ્રબુધ્ધ નાગરિકોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર ભાજપના પ્રમુખ રીષીપભાઇ કૈલા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, અનિલભાઈ મહેતા, હીરાભાઈ ટામારીયા, રાજેશભાઈ હુંબલ, જયંતિભાઈ પટેલ તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ત્યારે ખાસ કરીને મહેશભાઇ કસવાલાએ વન નેશન વન ઇલેક્શન અમલમાં આવવાથી લોકોને કેટલો ફાયદો થશે, સમયનો કેટલો બચાવ થશે, નાણાનો કેટલો બચાવ થશે અને આનાથી અન્ય કયા પ્રકારના ફાયદા થશે તેમજ સૌથી મોટો ફાયદો કે પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર મળશે તે અંગેની મહેશભાઈ કસવાલાએ વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી. ત્યારબાદ મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં તાજેતરમાં જે ગ્રામ્ય વિસ્તારોની અંદર ચૂંટણી હતી અને તેમાં સરપંચ તરીકે જે ચૂંટાયા છે તે તમામ નવનિયુક્તિ સરપંચોનું ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લામાં વન નેશન વન ઇલેક્શનના કેમ્પેનના સંયોજક મેઘરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં પણ આયોજન કરવામાં આવ્યા હતા તેવી માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી અને મોરબી ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તેનું સફળ સંચાલન હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News