મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ


SHARE

















મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ
 
મોરબી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.વિપુલ કારોલીયાની સુચના તેમજ તાલુકા હેલ્થ અધિકારી ડો.રાહુલ કોટડીયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના ડો.હિરેન પી વાસદડીયાના  માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા હેઠળના ગામોમાં જુલાઈ માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.
 
ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દુર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલુ નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા માટે હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કામગીરી કરવામા આવી હતી તેમજ વાહક નિયંત્રણની કામગીરીમાં સ્કૂલ ખાતે આરોગ્ય શિક્ષણ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ દરમ્યાન ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે. ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ દરમ્યાન મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી, નકામા પાણીના પાત્રો ખાલી કરાવ્યા હતા. તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળોમા પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીના પાત્રમાં ટેમીફોસ પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.



Latest News