મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ


SHARE

















મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ

મોરબી કલેક્ટર કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર તથા હેલ્પરો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, આંગણવાડી વર્કર તથા હેલ્પરો પાસેથી ઘણી વધારાની કામગીરી લેવામાં આવે છે. તેમજ સરકારની અનેક પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી કામ કરવાનું હોય છે જેથી મોડી માંજ સુધી કામગીરી કરવી પડે છે. અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પાસે હજારોની સંખ્યામાં નોકરીયાતો છે તો પણ આંગણવાડી વર્કરોને ચૂંટણી બીએલઓ તરીકેની કામગીરી સોંપવામાં આવે છે. ત્યારે એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી કરવી, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવી વિગેરે માટે દબાણ કરે છે અને તેવામાં વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ નથી જેથી કામગીરી તેઓને ન સોંપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News