હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ


SHARE



































મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ

મોરબીમાં સગીરા સાથે સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરીને દુકાનના ચેન્જરૂમ તેમજ કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જે કેસ મોરબીની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. તેમજ જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 25 હજારનો દંડ કરવામાં આવેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2023 માં મોરબીમાં રહેતી સગીરાની માતાએ મોરબી એ ડીવીઝનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેની સગીર દીકરી શાળામાં ભણવા માટે જતી હતી અને એકટીવા બહાર કાઢવા માટે અયાન આરબ નામના છોકરાએ તેની મદદ કરી હતી ત્યાર બાદ તે ફરિયાદીની દીકરીના સંપર્કમાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયાથી ફરિયાદીની દીકરી સાથે વાતચીત કરતો હતો. ત્યાર બાદ રવાપર રોડ પર આવેલ કપડાના શો રૂમમાં તેને બોલાવીને મુસ્તુફા દલવાણી સાથે પરિચય કરાવ્યો હતો અને મુસ્તુફાએ બંનેના ફોટો મોબાઈલમાં પાડી લીધા હતા. આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી કપડાના દુકાનના ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતુ અને તેની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યાર બાદ રવાપર રોડ ઉપર આવેલ કાફેના બોક્સમાં લઇ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને રમજાન મહિનો ચાલુ થતા સ્નેપ ચેટમાં કોલ કરી રોજા રાખવા માટેની સગીરાને ધમકી આપી હતી. 

જે ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને એન.ડી. કારિયાએ કોર્ટમાં રજુ કરેલ પુરાવાઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાને લઈને વિશેષ ન્યાયાધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ, ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ, મોરબી જજ કે.આર.પંડ્યાએ આરોપી મુસ્તુફા સાજીદ દલવાણી (19) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને કસુરવાન ઠેરવ્યો છે અને આરોપીને જુદીજુદી કલમ હેઠળ આજીવન સખ્ત કેદની સજા તેમજ કુલ મળીને 25,000 નો દંડ કરવામાં આવેલ છે અને ભોગ બનેલ સગીરાને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ રૂપિયા તેમજ આરોપીઓ દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 4.25 લાખ રૂપિયા ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો છે.

















Latest News