મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE













મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે બંને આરોપી રિમાન્ડ ઉપર હતા જેના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને સીઆઇડીની ટીમે મોરબીની કોર્ટમાં રજૂ કર્યા હતા અને બંને આરોપીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે. અને આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિતના બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની ગત માર્ચ માહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનાની તપસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે જેથી કરીને ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં આરોપી હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામાની ધરપકડ કરી હતી અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ તા. 8 ના રોજ પૂરા થયા હતા જેથી કરીને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે આરોપીઓને પકડવાના બાકી છે તે આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News