મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો


SHARE







મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો

મોરબી નજીક ટીંબાવાડી મેલડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં  સંગઠન મજબૂત કરવાની ચર્ચા કરવામાં આવી હતી. અને સમગ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું સંગઠન ઠાકોર સેનાનું છે ત્યારે આગમી દિવસોમાં સંગઠન વધુમાં વધુ મજબુત થાય એવા પ્રયાસ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગામ સમિતિની નવી પેનલ બનાવી સમાજના તમામ ઘર સુધી સંગઠનની વિચાર ધારા પહોંચાડી સમાજને ઉપયોગી બની સમાજ તમામ સ્તરે આગળ વધે એવા પ્રયત્નો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના આયોજક હેમંતભાઈ સુરેલા, યોગેશભાઇ ઉઘરેજા, વિજયભાઈ દેગામાં, મયુરભાઈ બાબરિયા, જીતુભાઈ પરમાર, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ સાલાણી, મહેશભાઈ જંજાવાડિયા હતા




Latest News