હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં બળજબરીથી 12 લાખ રૂપિયા પડાવવા માટે વેપારી યુવાને માર મારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE



































મોરબીમાં બળજબરીથી 12 લાખ રૂપિયા પડાવવા માટે વેપારી યુવાને માર મારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતો વેપારી યુવાન પોતાની દુકાને હાજર હતો ત્યારે બળજબરીથી તેની પાસે 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને ચાર શખ્સો તેની દુકાનમાં આવ્યા હતા અને વેપારી યુવાન ઉપર હુમલો કરીને તેને માર મારવામાં આવ્યો હતો તેમજ રૂપિયા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખશું અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે ચાર પૈકીનાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં-8 માં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઈ મોહનભાઈ કુંધાણી (38)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોલો ઉર્ફે મોઈન કાદરભાઈ ઘાંચી, તનવીર અબ્દુલભાઈ મતવા, ફારૂક રફિકભાઈ શેખ અને ઇજમામ શમશાદભાઈ પઠાણ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ચારથી પાંચ મહિના પહેલા ફરિયાદીએ પોતાની બાજુમાં આવેલ મહાવીર દુકાનવાળા જીગાભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તે બાબતે મારામારી થઈ હતી અને ફરિયાદ પણ થઈ હતી અને જેમાં સાડા પાંચ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું અને જીગાભાઈએ મોહીનને ફરિયાદી પાસેથી પૈસા કઢાવવા માટે તેને કહ્યું હતું જોકે ફરિયાદીને સમાધાન થઈ ગયું હોવાથી તેને પૈસા આપવાની ના પાડી હતી.

ત્યારબાદ ફરિયાદી યુવાન પાસેથી બળજબરીપૂર્વક 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને તેને અવારનવાર જુદા જુદા ફોનમાંથી ફોન કરીને ધમકીઓ દેવામાં આવતી હતી અને રૂપિયા આપી દે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી ફરિયાદીને આપવામાં આવતી હતી અને શનિવારે બપોરના સમયે ચારેય શખ્સો ફરીયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં ભોલો ઉર્ફે મોહિને ફરિયાદીને ટીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તન્વીરે લોખંડના પાઇપ વડે દુકાનમાં કાચ તોડીને ફરિયાદીને શરીર ઉપર પાઇપ વડે માર માર્યો હતો અને ફારુકે કાચની બોટલના છુટા ઘા કરીને દુકાનમાં નુકસાની કરીને યુવાનને માર મારેલ છે તથા ઈજમામ પઠાણ લોખંડનો કોઈતો લઈને આવ્યો હતો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.

આ બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી ગુલામહુસેન ઉર્ફે મોઈન ઉર્ફે ભોલો કાદરભાઈ બોઘાણી (26) રહે. વાવડી રોડ મોરબી, ફારૂક રફિકભાઈ શેખ (24) રહે. કાલિકા પ્લોટ મોરબી અને ઇજમામ શમશાદભાઈ પઠાણ (24) રહે. ઘાંચી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બાકીના આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.


















Latest News