મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબી : યોગી વિધાલય ખાતે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબી : યોગી વિધાલય ખાતે "આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત સ્પર્ધાનું આયોજન
પ્લાસ્ટીક છોડો-ન કરો દેશને મેલો, શરમ છોડો- સાથે રાખો થેલો, આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, આવો રાષ્ટ્રને સર્વશ્રેષ્ઠ બનાવીએ.જેવા સુત્રોને સાર્થક કરવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વ્યક્તિમાં રહેલ કલા-કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિને બહાર લાવવા અને સ્વનિર્ભરની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સ્પર્ધામાં ઘરમાં રહેલ વેસ્ટ કાપડ, કાગળ, ઊનની દોરી, પ્લાસ્ટીક બોટલ વગેરે વસ્તુઓમાંથી ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવાનું આયોજન કરાયેલ હતુ.જેમાં શ્રી યોગી વિધાલયનાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ વસ્તુઓ બનાવી હતી.આ પ્લાસ્ટીક મુક્ત ભારત સ્પર્ધાનું આયોજન 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં જીલ્લા સંયોજક દિપેનભાઈ ભટ્ટ, સહ સહાયક રાજેશ્વરીબેન પંડ્યા તથા શ્રી યોગી વિધાલયનાં સંચાલક, આચાર્ય તથા શિક્ષકો તથા સ્ટાફ મિત્રોનાં સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
