મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સોમવારે એનએસએસ એકમ અંતર્ગત પરિચય, પ્રવેશ અને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ પ્રા. કે.આર. દંગીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો આ તકે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. (ડો.) રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓને એનએસએસનો પરિચય તેમજ એનએસએસની સંપૂર્ણ કાર્ય પ્રવૃત્તિ વિગતે સમજાવી હતી. એનએસએસમાં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર કુલ ૨૪ સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક ગોગરા મુન્નાએ પોતાના એનએસએસના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. અને કાર્યક્રમને અંતે સ્વયંસેવિકા પરમાર નેહાએ આભાર વિધિ કરી હતી.




Latest News