ટંકારાના ચોરી-લુંટના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપી એમપી થી પકડાયો
SHARE









ટંકારાના ચોરી-લુંટના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપી એમપી થી પકડાયો
મોરબીના ટંકારાના ચોરી-લુંટના બે ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપી એમપી હોવાની બાતમીને આધારે ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે.
પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ વી.એન.પરમાર પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને જે.પી.કણસાગરા ફરાર આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા તથા વિક્રમભાઇ રાઠોડને મળેલ માહીતી આધારે ફરાર આરોપી કમલસિંહ થાનસિંહ અજનારીયા રહે. મોટી ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર એમપી હાલે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લા જેલ સામે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ જેને આધારે ઉપરોકત સ્ટાફના માણસો હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાંથી ટંકારાના ગુનાનો ફરારી આરોપી કમલસિંહ થાનસિંહ અનારે અજનારીયા (૩૮) રહે.ઢીલવાણી થાણુ બાગ તા.જી.ધાર એમ.પી મળી આવતા પકડીને ટંકારા પોલીસ સ્ટેશન હવાલે કરાયો હતો.
