મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે મહિલાએ એકલવાયા જીવનથી કંટાળીને જીવન ટુકાવ્યું


SHARE

















મોરબીના રવાપર ગામે પ્રમુખ રેસીડેન્સીમાં રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળીને કર્યો આપઘાત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ પ્રમુખ રેસીડેન્સીમાં રોયલ પેલેસ-બી માં રહેતી મહિલાના પતિ દુબઈ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી રહે છે અને અહિયાં મહિલા એકલવાયું જીવન જીવતા હતા જેથી એકલવાયા જીવનથી કંટાળીને મહિલાએ ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક મહિલાના દીકરાએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર પ્રમુખ રેસીડેન્સી 503 રોયલ પેલેસ-બી માં રહેતા જિજ્ઞાસાબેન નટવરલાલ મોઢા (52) નામના મહિલાએ ઝેરી દવાના ટીકડા ખાઈ લીધા હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક મહિલાના દીકરા કમલેશભાઈ મોઢા (31) રહે. 503 રોયલ પેલેસ-બી પ્રમુખ રેસીડેન્સી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પતિ છેલ્લા 30 વર્ષથી દુબઈ ખાતે નોકરી કરે છે અને ત્યાં રહે છે અને મહિલા અહીં એકલવાયા જીવનથી કંટાળી ગઈ હોય પોતે પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું મોત નીપજયું છે.

યુવાન સારવારમાં

જોડિયાના દુધઇ ગામે રહેતો જયંતીભાઈ લક્ષ્મણભાઈ ડાભી (36) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ગામ પાસે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા તે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

ટંકારામાં રહેતા રાકેશભાઈ કરસનભાઈ સોલંકી (33) નામના યુવાનને ગામોમાં દુકાન પાસે હતો ત્યારે મારામારીમાં ઇજા ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News