ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબીના ત્રિકોણ બાગ પાસે છેલ્લા 20 દિવસથી અવાર નવાર લાઈટ કાપની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત
SHARE









મોરબીના ત્રિકોણ બાગ પાસે છેલ્લા 20 દિવસથી અવાર નવાર લાઈટ કાપની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત
મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલા પરાબજાર મેઇન રોડ ઉપર લગભગ છેલ્લા 20 દિવસથી દરરોજ લાઈટ કાપનો વિકરાળ સમસ્યા થઈ રહી છે ઘણા સમયથી આ વિસ્તારમાં દિવસમાં અવારનવાર લાઈટ આવવા જવાની સમસ્યા તો પહેલેથી જ હતી.પરંતુ છેલ્લા 20 દિવસથી કોઈપણ સમયે લાઇટ જતી રહે છે.સવાર બપોર હોય કે સાંજ રાત કોઈપણ સમયે ગયેલી લાઈટ અંદાજે બે થી ત્રણ કલાક સિવાય પાછી આવતી નથી.છેલ્લા ઘણા સમયથી લાઈટની આ સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.અનેક વખત ટેલિફોનિક રજૂઆત અને ફરિયાદ લખાવા છતાં પણ હજુ સુધી લાઈટની સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવી શક્યો નથી જ્યારે લાઈટની સમસ્યાને લગતી ફરિયાદ નોંધાવીએ છીએ તો સરખા જવાબ પણ મળતા નથી અને લાઈટ કોઈ પણ સમયે જતી રહે છે સાંજના અને રાત્રે પણ જ્યારે લાઈટ જાય છે ત્યારે અંદાજે બે થી ત્રણ કલાક પછી લાઇટ આવે છે અને દર વખતે કમ્પ્લેન કરવા છતાં અલગ અલગ જવાબો આપવામાં આવે છે આમ આ લાઈટ ની સમસ્યાનું કોઈ નક્કર ઉકેલ આજ દિન સુધી મળ્યો નથી.
વધુમાં ત્રિકોણ બાગથી નગર દરવાજા સુધી પરાબજાર રોડ પર આવેલી સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા એક માસથી હજુ બંધ હાલતમાં જ છે સ્ટ્રીટ લાઇટની પણ કમ્પ્લેન નોંધાવી દેવામાં આવેલ હોવા છતાં એક મહિના કરતાં વધુ સમય વિતયો હોવા છતાં હજુ પણ આ પરા બજાર મેઇન રોડની લગભગ તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જેથી રાત્રિના સમયે પણ લોકોને તેમજ વાહન ચલાવતા વાહન ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ વિસ્તારમાં બેંક ,પોસ્ટ ઓફિસ, લાઇબ્રેરી, શોપિંગ કોમ્પ્લેક્સ ,મોલ, રહેણાંક તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ હોવા છતાં તમામ લોકોને લાઈટ વગર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે વધુમાં અવારનવાર લાઈટ જવાના કારણે બેંક ,પોસ્ટ ઓફિસ તેમજ લોકોના ધંધા રોજગાર પણ તેની અસર પડી રહી છે શહેરના મુખ્ય માર્ગ અને નગર દરવાજા થી એકદમ નજીક હોવા છતાં પણ પરા બજાર મેન રોડ પર લાઈટની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે .થોડા દિવસો પહેલા ટીસી પણ બદલવામાં આવ્યું હોવા છતાં લાઈટની સમસ્યામાં હજુ પણ કોઈ જ સુધારો થયો નથી.થોડા દિવસો પેલા જ ટી.સી બદલ્યા પછી પણ લાઈટ આવવા જવાની ઘટનાઓ રાબેતા મુજબ ચાલુ જ છે.જેથી અહીંના તમામ લોકોની એક જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી લાઈટની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ધોરણે જલ્દી થી ઉકેલ આવે.નહિ તો ના છૂટકે જન આંદોલન અને ઉગ્ર આંદોલન જેવા કડક માર્ગ અપનાવા માટે અહી ના લોકો મજબૂર બનશે.

