મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ
મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો
SHARE









મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો
મોરબીની પીએમશ્રી માધાપર કન્યા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને વાલીઓને કંઈ તકલીફ ન પડે એ માટેના આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે સરકાર દ્વારા બાલવાટીકાથી ધો.5 ની વિદ્યાર્થીનીઓ માટે 1600 રૂપિયા અને ધો.6 થી 8 આઠના વિદ્યાર્થીઓ માટે 1900 રૂપિયા શિષ્યવૃત્તિ દર વર્ષે આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ DBT ડાયરેક્ટ બેનીફિશિયર ટ્રાન્સફર અંતર્ગત વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એ માટે દરેક વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ જરૂરી છે,ઘણી બેંકો વિદ્યાર્થીઓના ખાતા ખોલવાની ના પાડે છે, વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવા બેંકના ધકકા ખાવા ન પડે, વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન ન થાય એ માટે મોરબી રવાપર રોડ પર નીલકંઠ વિદ્યાલયની સામે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કે જે હવે ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગઈ છે,શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી. વડસોલાએ બેંક મેનેજર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓના ખાતા ખોલવા માટે શાળામાં કેમ્પ કરવાની રીકવેસ્ટ કરી હતી જેથી શાળામાં કેમ્પ કરીને 100 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.

