મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો
મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત
SHARE









મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત
મોરબીમાં ભૂંભરની વાડી વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ વિગેરે મળતું નથી જેથી કરીને આ બાબતે સ્થાનિક રહેવાસીએ કમિશનરને રજૂઆત કરી હતી.
હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓ બાપદાદાના સમયથી ખાતેદાર ખેડૂતો છે અને તેઓ પોતાની જ વાડીમાં રહેણાંક બનાવીને રહે છે મોરબીના પંચાસર રોડે ભૂંભરની વાડી આવે છે ત્યાં ખેડૂતો પોતાના જુદા જુદા સર્વે નંબર વાળી ખેતીની જમીનમાં ઉતરોતર વારસદાર છે અને વાડીમાં જ રહે છે. અને ત્યાં એક કે બે નહીં 70 કુટુંબો જેના કુલ મળીને 350 થી વધારે લોકો વસવાટ કરે છે અને તેઓને પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પાણીની જ્યુડિસી પાઇપ લાઇન બાકી છે, અમુક થાંભલા પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલ નથી અને જે થાંભલા પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવેલ છે તે પણ અમુક બંધ છે, ભૂગર્ભ ગટર છલકાઈ છે, ત્રણથી ચાર વખત અધિકારીઓ દ્વારા રોડ માટે સર્વે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે જો કે, હજુ સુધી રોડ બનેલ નથી., વાડી વિસ્તારમાં કચરો લેવા માટે કોઈ વાહન આવતું જ નથી અને મહાનગરપાલિકા દ્વારા વાડી વિસ્તારમાં ફરીથી આકરણી કરીને સુવિધા આપવામાં આવે તો બધા ઘરવેરો ભરવા માટે સહમંત છે.

