મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત
મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત
SHARE









મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત
મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ સિરામિકના કારખાનામાં પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમાં સફાઈ કરતા સમયે યુવાનો હાથ ફસાઈ ગયો હતો ત્યારબાદ તેને હાથ અને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘૂટું ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઇટો સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ બિહારના રહેવાસી અંકિતકુમાર નારણસિંહ ઉર્ફે નારણપ્રસાદ કુશવાહ (20) નામનો યુવાન કારખાનામાં આવેલ પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમાં કચરો સાફ કરવા જતા સમયે તેનો હાથ ફસાઈ ગયો હતો અને ત્યારબાદ તેને હાથ અને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ અમિતકુમાર નારણસિંહ ઉર્ફે નારાયણપ્રસાદ કુશવાહ (19) રહે. હાલ આસ્ટિકા સિરામિકના લેબર ક્વાર્ટરમાં બેલા મૂળ રહે. બિહાર વાળાએ જાણ કરતાં તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ પ્રજાપતિ ટાઇલ્સ ખાતે રહેતા ગૌરીબેન કિશોરભાઈ કોરડીયા (46) નામના મહિલા તેના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને વીસીપરામાંથી જઈ રહ્યા હતા ત્યારે નોતિયાર ટી સ્ટોલ પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી મહિલા રસ્તા ઉપર નીચે પડતા તેને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

