મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત
મોરબીમાં મહિલાએ પોતાના ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું
SHARE









મોરબીમાં મહિલાએ પોતાના ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોની શેરી નં-3 માં રહેતી મહિલાએ પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી મહિલાનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોની શેરી નં-3 માં રહેતા સુરેશભાઈ જમનભાઇ સોલંકીના પત્ની લક્ષ્મીબેન સુરેશભાઈ સોલંકી (35)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મૃતક મહિલાના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ જ કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના ટિંબડી ગામે રહેતા મેહુલ હર્ષદભાઈ (23) અને પ્રકાશ ધર્મેન્દ્રભાઈ (24) નામના બે યુવાન ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર પાસે હતા ત્યારે ઝઘડો અને મારામારીમાં તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
હળવદના રાયધ્રા ગામે રહેતો દિવ્યરાજ અમૃતભાઈ બોહકિયા (15) નામનો બાળક ઘરેથી સમલી રોડ ઉપર આવેલ વાડીના રસ્તે બાઈકમાં પાછળના ભાગમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવેલ બમ્પના કારણે બાળક નીચે પડી જતા તેને ડાબા પગના સાથળના ભાગે ફ્રેકચર જેવી ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

