મોરબીમાં વિદેશી દારૂની 3 રેડ, 28 બોટલ દારૂ કબ્જે: બે આરોપી પકડાયા એકની શોધખોળ
SHARE









મોરબીમાં વિદેશી દારૂની 3 રેડ, 28 બોટલ દારૂ કબ્જે: બે આરોપી પકડાયા એકની શોધખોળ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં બે રહેણાક મકાન સહિત કુલ ત્રણ સ્થળે વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને પોલીસે દારૂની 28 બોટલો કબ્જે કરેલ છે અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે જો કે, એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે જયારે માટેલ ગામે ઘરમાં દેશી દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 400 લિટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાન સામે પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 10 બોટલ મળી આવતા 3000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી નમલીયાભાઈ ઉર્ફે પોપટ સંદલાભાઈ નાયકા (36) રહે. 185 અશ્વમેઘ ફળિયા સનાળા મૂળ છોટા ઉદયપુર વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ મોરબીના વાવડી રોડે આવેલ કારીયા સોસાયટીમાં રામદેવપીરના મંદિર વાળી શેરીમાં રહેતા મનીષભાઈ ખાણધરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 6000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ દેવકણભાઈ ખાણઘર રહે. કારીયા સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આવી જ રીતે મોરબીના સનાળા ગામે ઉમિયા સોસાયટીમાં આવેલ પાટીદાર હિલ્સ બ્લોક નંબર 101 માં રહેતા કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારાના ફ્લેટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 6 બોટલો મળી આવતા પોલીસે 4176 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારા (48)ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
400 લિટર આથો ઘરમાંથી પકડાયો
વાંકાનેરના માટેલ ગામે શીતળાધારે રહેતા દિલીપભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લિટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે 8,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (35) રહે. માટેલ શીતળા ધાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી કરી છે.

