મોરબીમાં વિદેશી દારૂની 3 રેડ, 28 બોટલ દારૂ કબ્જે: બે આરોપી પકડાયા એકની શોધખોળ
ટંકારા નજીક કારખાનાની ઓફિસમાં અને માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગારની બે રેડ: 7 શખ્સો 2.90 થી વધુના મુદામાલ સાથે પકડાયા
SHARE









ટંકારા નજીક કારખાનાની ઓફિસમાં અને માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગારની બે રેડ: 7 શખ્સો 2.90 થી વધુના મુદામાલ સાથે પકડાયા
ટંકારાના જબલપુર ગામની સીમમાં આવેલ કારખાનાની ઓફિસમાં તેમજ માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં જુગારની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા લતીપર રોડ ઉપર આવેલ જબલપુર ગામની સીમમાં ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સંજયભાઈ દુર્લભજીભાઈ ચારોલા (42), પ્રિન્સભાઈ પ્રવીણભાઈ લો (23) અને શાંતિલાલ મગનભાઈ લો (47) રહે. બધા જ ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 58,000 ની રોકડ, 30,000 ની કિંમતના પાંચ મોબાઇલ ફોન તથા 2 લાખ રૂપિયાની કાર નં. જીજે 36 એજે 4109 આમ કુલ મળીને 2,88,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ધીરુભાઈના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ધીરુભાઈ સવસીભાઈ ધોરકડીયા (50), અજયભાઈ કનુભાઈ ધોરકડીયા (20), દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (35) અને રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોરકડીયા (40) રહે. બધા જૂના ઘાટીલા પ્લોટ વિસ્તાર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,019 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ટંકારામાં ઉગમણા નાકા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા રાહુલભાઈ રઘુભાઈ ઝાપડા (22) રહે. ડેમી નાકા ટંકારા વાળો મળી આવતા પોલીસે 260 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

