ટંકારાના હરબટીયાળી પાસેનો બનાવ: ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે બે યુવાનને હડફેટે લેતા એકનું મોત
SHARE









ટંકારાના હરબટીયાળી પાસેનો બનાવ: ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે બે યુવાનને હડફેટે લેતા એકનું મોત
ટંકારાના હરબટીયાળી ગામના બસ સ્ટેશન પાસે યુવાને તેના પત્ની ઘર તરફ જવા માટે થઈને વાહનની રાહ જોઈને ઉભો હતો અને ત્યાં એક પાણીપુરીનો ધંધો કરતો યુવાન પણ ઊભેલો હતો દરમ્યાન રાજકોટ તરફથી આવતી કારના ચાલકે ડિવાઇડર કૂદાવીને રોંગ સાઈડમાં તેની કારને લઈ આવીને યુવાન થતાં પાણીપુરીના ધંધાર્થીને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને પગમાં ફ્રેકચર થયું હતું જો કે, પાણીપુરીના ધંધાર્થી યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારાના જીવાપર ગામે રહેતા જયંતભાઈ કાંતિલાલ અઘારીયા (25) નામના યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 3 જેઆર 4780 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, હરબટીયાળી ગામના બસ સ્ટેશન પાસે ફરિયાદીનો ભાઈ દીપકભાઈ તથા તેના પત્ની કૈલાશબેન હરબટીયાળી ગામમાં શાકભાજીનું વેચાણ કરીને જીવાપર ગામ તરફ જવા માટે વાહનની રાહ જોઈને ઇભ હતા તેવામાં કારચાલક રાજકોટ તરફથી આવ્યો હતો અને ફુલ સ્પીડમાં પોતાની ગાડી ચલાવીને ડિવાઈડર કૂદાવીને રોંગ સાઈડમાં કાર લઈ આવીને ત્યાં બેઠેલ ફરિયાદીના ભાઈ દીપકભાઈ તથા તેમની આગળના ભાગમાં ઉભેલ પાણીપુરી વાળા સંદિપકુમાર સર્વેશકુમાર નિશાદને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈ દીપકભાઈને પગના ઘૂંટણ અને પેનીની વચ્ચે ફ્રેકચર થયું હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, પાણીપુરીના ધંધાથી સંદીપકુમાર સર્વેશકુમાર નિશાદને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ કાર ચાલક તેની કાર લઈને નાશી ગયો હતો જેથી હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાઈકની ચોરી
મોરબીના ભરતનગર ગામમાં રહેતા ચતુરભાઈ વસંતભાઈ કલોલા (44) નામના યુવાને પોતાના ઘર પાસે શેરીમાં બાઈક નંબર જીજે 36 ઈ 5137 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

