મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ
Breaking news
Morbi Today

મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત


SHARE

















મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત

જોડિયાના જામદુધઈ ગામે રહેતો યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને જોઈને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા જામ દુધઈ ગામે રહેતા અશ્વિનભાઈ સુરેશચંદ્ર ભોજાણી નામના ૪૩ વર્ષના યુવાનને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તબીબે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા અને કોઈ કારણોસર તેમનું મોત થયેલ હોય તપાસ કરવામાં આવ્યા બાદ હાર્ટ એટેકના લીધે અશ્વિનભાઈ ભોજાણીનું મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધ સારવારમાં
માળિયા મિંયાણાના ચાંચાવદરડા ગામે રહેતા ઈશ્વરભાઈ શામજીભાઈ બાવરવા નામના ૯૨ વર્ષના વૃદ્ધ મોરબીના ઉમિયાનગર પાસે બાઈક પાછળ બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થતા પડી જવાથી ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મૂળ ઓડિશા હાલ મોરબી રહેતા શ્રીધર નેત્રાનંદ બારીક નામના ૫૯ વર્ષના આધેડને મોરબીના શનાળા ગામે સીએનજી પંપ પાસે બાઇક સ્લીપના બનાવમાં ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ત્રાજપર ચોકડી મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા જય પ્રકાશભાઈ બનસોડે નામના ૨૫ વર્ષના યુવાનને પાંજરાપોળ પાસે નાયરા પંપ નજીક બાઇકની આડે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના શનાડા રોડ સ્કાય મોલ પાછળ રામજી મંદિર પાસે બાઈકમાંથી પડી જતા અસ્મિતાબેન હરેશભાઈ ડાભી નામના ૨૬ વર્ષીય મહિલાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા પરિવારના ઉત્તમ બાબુભાઈ વરાણીયા નામના નવ વર્ષના બાળકને બાઈક પાછળ બેસીને જતા સમયે નિચે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News