મોરબીમાં ચાલતા રોડના પેચ વર્કના કામનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય રાતે સ્થળ ઉપર પહોચ્યા
SHARE









મોરબીમાં ચાલતા રોડના પેચ વર્કના કામનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય રાતે સ્થળ ઉપર પહોચ્યા
મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પડેલા ખાડા બુરવા માટેની કામગીરી ચાલી રહી છે તે ઉપરાંત સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની અન્ય કામગીરી મહાપાલીકાની ટીમ દ્વારા રાત દિવસ જોયા વગર કરવામાં આવી રહી છે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે મોરબીમાં લાલબાગ પાસે અને એલ.ઇ. કોલેજના રોડ ઉપર જે ખાડા પડી ગયા હતા તે ખાડામાં પેચ વર્ક કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની, ઈજનેર હિતેશભાઈ આદ્રોજા સહિતનાઓ ત્યાં હાજર હતા અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા નગરપાલિકાના માજી પ્રમુખ કેતનભાઇ વિલપરા અને અન્ય અગ્રણીઓ ત્યાં આવ્યા હતા અને જે કામ કરવામાં આવી રહ્યું હતું તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે, મ્રોબીના જે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લગતી જે કોઈ સમસ્યાઓ છે તે નિવારણ ત્વરિત કરવામાં આવે તેના માટેની કામગીરીને હાલમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અને તે કામ માટે મહાપાલિકાની ટીમ દ્વારા રાત દિવસ જોયા વગર કામગીરી કરવામાં આવી રહી છે.

